- આ દિવસ Global Tiger Day તરીકે પણ ઓળખાય છે.
- આ દિવસ વર્ષ 2010થી વાઘ પ્રત્યે જાગૃત્તિ લાવવા તેમજ તેના સંરક્ષણ માટે મનાવવામાં આવે છે.
- વિશ્વના સમગ્ર વાઘની વસ્તીના 70% થી વધુ વાઘ ભારતમાં વસે છે.
- હાલ ભારતમાં વાઘના સંરક્ષણ માટે 18 રાજ્યોમાં કુલ 51 ટાઇગર રિઝર્વ છે.
- ભારત સરકાર દ્વારા 1973માં વાઘના સંરક્ષણ માટે Project Tiger શરૂ કરવામાં આવેલ છે.
- વર્ષ 2010માં ભારતે વાઘની વસ્તી ધરાવતાં અન્ય 12 દેશો સાથે વાઘની વસ્તી 2022 સુધીમાં બમણી કરવા માટે સમજૂતી કરાર કર્યા હતા.
- વર્ષ 2018માં થયેલ વાઘની વસ્તી ગણતરી મુજબ ભારતમાં વાઘની સંખ્યા 2,962 હતી. જે વર્ષ 2014 કરતા 33% વધુ હતી.