યુનિસેફ દ્વારા Climate High Risk Index પ્રસિદ્ધ કરાયો.

  • યુનિસેફ દ્વારા પ્રસિદ્ધ આ રિપોર્ટમાં ભારતને 26મું સ્થાન અપાયું છે. 
  • આ રિપોર્ટમાં યુનિસેફે વિશ્વના 100 કરોડ બાળકો પર ક્લાઇમેટ ચેન્જનો ખતરો હોવાનું જણાવ્યું છે. 
  • આ રિપોર્ટ મુજબ ભારતમાં સહિત લગભગ 33 દેશોના બાળકો પર ક્લાઇમેટ ચેન્જ અને પ્રદૂષણની અસરનો ખતરો છે. 
  • આ રિપોર્ટમાં વિશ્વના લગભગ 30 કરોડ બાળકો અત્યંત પ્રદૂષિત વિસ્તારોમાં રહેતા હોવાનું જણાવાયું છે તેમજ આ બાળકો પર ક્લાઇમેટ ચેન્જ, પ્રદૂષણની અસર, ગરીબી, શુદ્ધ પાણીની પહોંચથી વંચિત, આરોગ્ય અને શિક્ષણ સહિતની સ્થિતિને આ રિપોર્ટમાં દર્શાવાઇ છે. 
  • આ રિપોર્ટમાં દક્ષિણ એશિયાના ચાર દેશો ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણને પ્રભાવિત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 
  • આ રિપોર્ટમાં વિશ્વના ટોપ 10 દેશ જેને સૌથી વધુ જોખમ છે તેમાંથી ફક્ત 0.5% જ વૈશ્વિક ઉત્સર્જન માટે જવાબદાર હોવાનું જણાવાયું છે!
UNICEF Report


Post a Comment

Previous Post Next Post