- અમેરિકામાં હાલ બાળકો પર કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે જેમાં અમેરિકાના 34 રાજ્યોમાં બે મહિનાથી 12 વર્ષ સુધીના બાળકો પર આ સંક્રમણનો દર વધી રહ્યો છે.
- અમેરિકાની American Academy of Pediatrics અને The Children Hospital Associan દ્વારા અપાયેલ માહિતી મુજબ અમેરિકામાં છેલ્લા 7 દિવસોમાં 1.80 લાખ બાળકો સંક્રમિત થયા છે! - આ સંક્રમણ એવા રાજ્યોમાં વધુ મળ્યું છે જ્યા રસીકરણ થયું નથી.
- અમેરિકામાં હાલ 8 મહિના બાદ એક જ દિવસમાં સર્વાધિક 1.90 લાખ કોરોના વાયરસના નવા દર્દીઓ પણ મળ્યા છે.
- અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ 3.95 કરોડ કોરોના વાયરસના દર્દીઓ નોંધાયા છે જેમાંથી 14% બાળકો છે.
