- BRICS New Development Bank માં બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમીરાત અને ઉરુગ્વેનો સમાવેશ કરાયો છે.
- આ 3 દેશો સામેલ કરાયા બાદ આ બેંકમાં કુલ દેશોની સંખ્યા 8 થઇ છે જેમાં આ 3 દેશો સિવાય બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા (BRICS) નો સમાવેશ થાય છે.
- BRICS દેશો દ્વારા વર્ષ 2015માં આ બેંકની શરુઆત કરવામાં આવી હતી.
- આ બેંક દ્વારા ટ્રાન્સપોર્ટ, પાણી, સ્વચ્છતા, સ્વચ્છ ઉર્જા અને સામાજિક પ્રાથમિક માળખા સહિત પાંચેય દેશોમાં લગભગ 30 બિલિયમ અમેરિકી ડોલરના કુલ 80 પ્રોજેક્ટ્સ પર પણ હસ્તાક્ષર કરાયા છે.
