- એશિયાના નોબેલ પુરસ્કાર ગણવામાં આવતા રેમન મેગ્સેસે પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે જેમાં પાંચ લોકોને આ પુરસ્કાર અપાયો છે.
- આ પાંચ લોકોમાં બાંગ્લાદેશના વેક્સિન વૈજ્ઞાનિક ડૉ. ફિરદોસી કાદરી અને પાકિસ્તાનના અર્થશાસ્ત્રી મોહમ્મદ અમઝદ સાકિબ, ફિલિપાઇન્સના મત્સ્ય અને સામુદાયિક પર્યાવરણવિદ્દ રોબર્ટો બૈલોન, માનવીય અને શરણાર્થી સહાયતા માટે કામ કરતા અમેરિકાના સ્ટીવન મંસી અને ઇન્ડોનેશિયાના પત્રકાર વોચડોકનો સમાવેશ થાય છે.
- બાંગ્લાદેશના ડૉ. કાદરીને શિશુ, બાળકો અને વયસ્ક માટે કોલેરા વિરોધી મોઢેથી આપી શકાય તેવી સસ્તી રસી અને ટાઇફોઇડની રસી વિકસિત કરવાનો શ્રેય જાય છે.
- પાકિસ્તાનના સાકિબને પ્રથમ વ્યાજ મુક્ત Micro Finance Programme 'Akhuwat' વિકસિત કરી છે તેમજ તેઓએ પાકિસ્તાનની સૌથી મોટી માઇક્રો-ફાઇનાન્સ સંસ્થા પણ બનાવી છે.
- Ramon Magsaysay પુરસ્કાર ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રેમન મેગ્સેસેના સ્મર્ણાર્થે અપાય છે જેની શરુઆત 1958 થી કરવામાં આવી હતી.
- આ પુરસ્કાર Government Service, Public Service, Community Leadership, Journalism, Literature and Creative Communication Arts, Peace and International Understanding and Emergent Leadership ક્ષેત્રે અપાય છે.
- છેલ્લે વર્ષ 2019માં ભારતના પત્રકાર રવિશ કુમારને અપાયો હતો.
