- આ એપ આયુષ મંત્રાલય દ્વારા લોન્ચ કરાઇ છે જેનું લોન્ચિંગ આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા કરાયું હતું.
- આ એપ દેશની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠના 'આઝાદી કા અમૃત મહોત્સવ' સમારોહના ભાગ રુપે લોન્ચ કરાઇ છે.
- આ એપ કાર્યસ્થળો પર પાંચ મિનિટના Yoga Break Protocol હેઠળ બનાવાઇ છે જેમાં કામ કરવાના સ્થળો પર લોકોને પાંચ મિનિટમાં થઇ શકે તેવા યોગાસન શિખડાવાયા છે.
- આ યોગ દ્વારા લોકોને તણાવથી મુક્તિ મળે, તાજગી મળે અને ફરીથી પોતાના કામમાં ધ્યાન કેન્દ્રિગ કરી શકે તેવા ઉદેશ્ય સાથે આસનોની પસંદગી કરવામાં આવી છે.
