અલાહાબાદ હાઇકોર્ટ દ્વારા ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની સલાહ અપાઇ.

  • ઉત્તરપ્રદેશમાં ગૌહત્યાના કેસની સુનવણી દરમિયાન અલાહાબાદ હાઇકોર્ટ દ્વારા ગાયને ભારતીય સંસ્કૃતિનો મહત્વપૂર્ણ હિસ્સો ગણાવી તેને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની ટિપ્પણી કરવામાં આવી હતી. 
  • કોર્ટ દ્વારા ગૌરક્ષાને હિંદુઓનો મૂળભૂત અધિકાર બનાવવા માટે પણ વાત કહેવાઇ હતી. 
  • કોર્ટ દ્વારા ગાયને કોઇ એક ધાર્મિક સંપ્રદાય સાથે જોડવાને બદલે ભારતીય સંસ્કૃતિ સાથે જોડીને જોવાની સલાહ અપાઇ હતી. 
  • આ સુનવણી દરમિયાન કોર્ટે એ ટિપ્પણી પણ કરી હતી કે ભારત પર શાસન કરનાર પાંચ મુસ્લિમ શાસકોએ ગૌહત્યા પર પ્રતિબંધ મુક્યો હતો જેમાં બાબર, હુમાયું અને અકબરે ધાર્મિક તહેવારોમાં ગાયની બલિ ચડાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો તેમજ મૈસૂરના નવાબ હૈદર અલીએ ગૌહત્યાને સજાપાત્ર અપરાધ બનાવ્યો હતો. 
  • આ સુનવણી દરમિયાન કોર્ટે ગૌમાંસ ખાવાને મૂળભૂત અધિકાર ન ગણવા પણ જણાવ્યું હતું.
Allahabad High Court


Post a Comment

Previous Post Next Post