- આ Air Purifier ચંદીગઢના સેક્ટર-26માં લગાવાયું છે જેના ટ્રાયલ રનમાં 500 મીટર વિસ્તારમાં પ્રદૂષણ 74% ઘટ્યું હોવાનું તેમજ તાપમાન 10 ડિગ્રી નીચુ ગયું હોવાનું સામે આવ્યું છે.
- આ પ્યુરિફાયર રોજ 3.88 કરોડ ક્યુબિક ફૂટ હવાને સ્વચ્છ કરવા માટે સક્ષમ છે.
- આ પ્યુરિફાયર 24 મીટર ઊંચુ છે જે દેશનું પ્રથમ અને સૌથી મોટું આઉટડોર એર પ્યુરિફાયર છે.
- ચંદીગઢના આ સેક્ટરમાં Air Quality Index (AQI) સામાન્ય રીતે 100 ઉપર રહે છે જે આ પ્યુરિફાયર લગાવાયા બાદ 60-70 સુધી પહોંચી ગયો છે!
