બ્રિટન દ્વારા પ્રસિદ્ધ નવા નિયમો મુજબ ભારતની કોવિશીલ્ડ રસીને મંજૂરી નહી!

  • બ્રિટનની સરકાર દ્વારા હાલમાં બદલાવાયેલ નવા નિયમોમાં ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોરોના રસી કોવિશીલ્ડના બન્ને ડોઝ લીધેલ વ્યક્તિઓને પણ રસી લીધાના ગણવાની જોગવાઇ કરવામાં આવી છે. 
  • આ નિયમનો ભારતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે તેમજ આ બાબતે જો બ્રિટન યોગ્ય કાર્યવાહી ન કરે તો ભારત દ્વારા પણ જવાબરુપી પગલા લેવાની ચિમકી અપાઇ છે. 
  • ઉલ્લેખનીય છે કે બ્રિટનની જ ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર થયેલ કોરોના રસીનું ઉત્પાદન કરવાનું લાઇસન્સ ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટને અપાયું હતું જેને બ્રિટને જ માન્યતા નથી આપી. 
  • વિશ્વના ઘણા દેશો દ્વારા ભારતની ફક્ત કોવિશીલ્ડ રસીને જ માન્યતા અપાઇ છે જેમાં અમેરિકાનો પણ સમાવેશ થાય છે. 
  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા અત્યાર સુધીમાં મોર્ડના, ફાઇઝર,જોન્સન એન્ડ જોન્સન, ઓક્સફોર્ડ - એસ્ટ્રાઝેનેકા (કોવિશીલ્ડ) અને ચીનની સિનોફાર્મ તેમજ સિનોવેકને મંજૂરી અપાઇ છે. 
  • ભારત બાયોટેક દ્વારા વિકસાવાયેલ કોવેક્સિનને હજુ પણ World Health Organization દ્વારા માન્યતા નથી અપાઇ.
Covid Vaccine

Post a Comment

Previous Post Next Post