ભારતના વધુ બે સમુદ્ર કિનારાને Blue Flag સર્ટિફિકેટ પ્રાપ્ત થયું.

  • Foundation for Environmental Education (FEE) દ્વારા ભારતના વધુ બે સમુદ્ર કિનારાઓને બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ અપાયું છે. 
  • આ બે કાંઠાઓમાં તમિલનાડુનું કોવલમ અને પુડ્ડુચેરીના ઇડન સમુદ્ર કિનારાનો સમાવેશ થાય છે. - ગયા વર્ષે ભારતના આઠ સમુદ્ર કિનારાઓને આ દરજ્જો પ્રાપ્ત થયો હતો. 
  • હાલ ભારતમાં શિવરાજપુર (ગુજરાત), ઘોગલા (દીવ), કાસરકોડ અને પદુબિદ્રી (કર્ણાટક), કપ્પડ (કેરળ), રુશિકોંડા (આંધ્ર પ્રદેશ), ગોલ્ડન (ઓડિશા), રાધાનગર (અંડમાન અને નિકોબાર) તેમજ હાલના બે કોવલમ (તમિલનાડુ) અને ઇડન (પુડ્ડુચેરી)નો સમાવેશ થાય છે. 
  • Blue Flag એ એક દરજ્જો છે જે ગૈર-સરકારી સંગઠન Foundation for Environmental Education (FEE) દ્વારા અપાય છે જેની સાથે 60 દેશો તેમજ અન્ય 65 સંગઠન જોડાયેલા છે. 
  • આ સર્ટિફિકેટ એવા સમુદ્ર કિનારાઓને અપાય છે જે પર્યટન અને પર્યાવરણની દૃષ્ટિએ આકરા માપદંડોનું પાલન કરે છે તેમજ પારિસ્થિતિકીની ગુણવત્તા અને પર્યટકોની સુરક્ષા પર પુરતું ધ્યાન આપે છે. 
  • ભારતના પર્યાવરણ મંત્રાલય દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં દેશના અનેક સમુદ્ર કિનારાઓમાંથી 85% ગંદકી તેમજ 78% પ્લાસ્ટિક કચરો હટાવાયો છે જેના દ્વારા લગભગ 750 ટન સમુદ્રી કચરાને વૈજ્ઞાનિક પદ્ધતિથી નષ્ટ કરાયો છે.
FEE Blue Flag

Post a Comment

Previous Post Next Post