- કેન્દ્ર સરકારના સુરક્ષા સંબંધી કેબિનેટ સમિતિ Cabinet Committee on Security (CCS) દ્વારા ભારતના વાયુ સેના માટે આ મંજૂરી અપાઇ છે.
- આ મંજૂરી અંતર્ગત કુલ 56 આ પ્રકારના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવામાં આવશે જેને ભારતની ખાનગી કંપની દ્વારા બનાવાશે.
- આ વિમાનોનું નિર્માણ ભારતની મહત્વાકાંક્ષી આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત કરવામાં આવશે.
- આ તમામ વિમાનોને સ્વદેશી ઇલેક્ટ્રોનિક વૉરફેયર સૂટ સાથે સ્થાપિત કરવામાં આવશે તેમજ C-295 મેગાવૉટ કન્ટેમ્પરરી ટેક્નોલોજી સાથે તે 5 થી 10 ટન ક્ષમતા વહન કરી શકશે જે ભારતીય વાયુસેનાના જૂના એવરો વિમાનની જગ્યા લેશે.