ભારતના CAGને IAEAના ઓડિટર તરીકે ચૂંટવામાં આવ્યા.

  • ભારતના Comptroller and Auditor General of India (CAG) ને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA)ના સામાન્ય સમ્મેલનના બાહરી ઓડિટર તરીકે ચૂંટવામાં આવ્યા છે. 
  • આ હોદ્દો 6 વર્ષ માટે રહેશે જે વર્ષ 2022 થી 2027 સુધી છે. 
  • આ પદ માટે અનેક દેશો દ્વારા દાવેદારી કરવામાં આવી હતી જેમાંથી ભારતને સર્વાનુમતે ચૂંટવામાં આવ્યું છે. 
  • હાલ ભારતના CAG ગિરિશ ચંદ્ર મુર્મુ છે જેઓ આ પદ પર ઑગષ્ટ, 2020થી છે. 
  • આ પદ પરની મર્યાદા છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર (જે પહેલા આવે તે) હોય છે. 
  • આ પદ પર નિમણૂંક ભારતીય બંધારણના અનુચ્છેદ 148 મુજબ ભારતના રાષ્ટ્રપતિ આપે છે.
GC Murmu

Post a Comment

Previous Post Next Post