હિમાચલ પ્રદેશમાં વિશ્વનું સૌથી ઊંચા સ્થળ પરનું ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન શરુ કરાયું.

  • આ ચાર્જિંગ સ્ટેશન હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિ જિલ્લાના કાજામાં શરુ કરાયું છે. 
  • આ ચાર્જિંગ સ્ટેશન જમીનથી 500 ફૂટ ઊંચાઇ પર આવેલું છે. 
  • સ્વચ્છ પર્યાવરણ અને હરિત વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા બે મહિલાઓને મનાલી થી કાજા સુધી ઇલેક્ટ્રિક વાહન ચલાવવાની શરુઆત કરવામાં આવી હતી જે બન્ને મહિલાઓએ આ ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ કર્યો હતો. 
  • આ ચાર્જિંગ સ્ટેશનના તમામ સ્પેર-પાર્ટ્સ ભારતમાં જ બનેલા છે. 
  • ઉલ્લેખનીય છે કે બ્રિટન દ્વારા હાલમાં જ એવો નિયમ બનાવાયો છે કે નવા કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને ઓફિસમાં ચાર્જિંગ સ્ટેશન બનેલા હશે તો જ તેને મંજૂરી આપવામાં આવશે.
Electric vehicle charging station

Post a Comment

Previous Post Next Post