IAU દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવના ક્રેટરને મૈથ્યુ હેન્સનનું નામ અપાયું.

  • International Astronomical Union (IAU) દ્વારા ચંદ્ર પરના દક્ષિણ ધ્રુવના એક ક્રેટરને અમેરિકાના મૈથ્યુ હેન્સનનું નામ અપાયું છે જેઓ આર્કટિક ખંડના એક અશ્વેત શોધકર્તા હતા. 
  • આ ક્રેટર ચંદ્રના દક્ષિણ ધ્રુવના સ્વેડ્રુપ અને ડી ગેલાર્ચે ક્રેટર્સની વચ્ચે છે. 
  • આ એ જ જગ્યા છે જ્યા નાસા દ્વારા પોતાના આર્ટેમિસ કાર્યક્રમ હેઠળ ચંદ્રના શોધકર્તાઓની આગળની પેઢીને લેન્ડ કરાવવાના છે. 
  • International Astronomical Union એ એક બિન-સરકારી સંસ્થા છે જે વિશ્વના સહયોગથી ચાલે છે તેમજ અંતરિક્ષના વિવિધ પાસાઓ પર નજર રાખે છે. 
  • આ સંસ્થાની સ્થાપના 28 જુલાઇ, 1919ના રોજ થઇ હતી જેનું વડુમથક ફ્રાન્સના પેરિસ ખાતે છે.
Matthew Henson

Post a Comment

Previous Post Next Post