ભારત સરકાર દ્વારા એરબસ મિલિટ્રી એરક્રાફ્ટ ડીલ કરવામાં આવી.

  • આ ડીલ C-295 MW વિમાન માટે કરવામાં આવી છે જેની ક્ષમતા 5 થી 10 ટન જેટલી છે. 
  • આ ડીલ આ પ્રકારની પહેલી પરિયોજના છે જેમાં એક ખાનગી કંપની આ પ્રકારના સૈન્ય વિમાનનું નિર્માણ કરશે. 
  • આ માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્પેનના એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ તેમજ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ સાથે કરાર કરવામાં આવ્યા છે. 
  • આ વિમાન ભારતીય વાયુ સેનાના હાલના એવરો-748 વિમાનોનું સ્થાન લેશે. 
  • આ કરાર હેઠળ કુલ 56 વિમાન બનાવવામાં આવશે જે તમામ સ્વદેશી નિર્મિત ઇલેક્ટ્રોનિક યુદ્ધ સિસ્ટમથી સજ્જ હશે. 
  • આ ડીલને લગભગ નવ વર્ષ પહેલા એવરો વિમાનના સ્થાન પર લાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ હતી.
C-295 MW Deal

Post a Comment

Previous Post Next Post