કેન્દ્ર સરકાર દ્વારા આધાર કાર્ડની માફક યુનિક હેલ્થ કાર્ડ યોજના શરુ કરવામાં આવશે.

  • આ માટે કેન્દ્ર સરકાર દ્વારા લગભગ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 
  • આ કાર્ડમાં નાગરિકોની પોતાની આરોગ્ય સંબંધી તમામ માહિતી નોંધાયેલી રહેશે જેને બીજા રાજ્ય કે શહેરમાં રિપોર્ટ્સની ફાઇલ વિના પણ OTP દ્વારા જોઇ શકાશે. 
  • આ યોજનાનું સંભવતઃ નામ National Digital Health Mission (NDHM) રહેશે. 
  • આ માટેનો પાયલટ પ્રોજેક્ટ ગયા વર્ષે આંદામાન નિકોબાર, ચંદીગઢ, દાદરા અને નગરહવેલી, દીવ-દમણ, લદ્દાખ અને લક્ષદ્વીપમાં શરૂ કરાયો હતો. 
  • આ માટે NDHM Health Record નામની મોબાઇલ એપ પણ ઉપલબ્ધ કરાવાશે જેના દ્વારા લોકો રજીસ્ટ્રેશન કરી શકશે. 
  • આ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ થશે કે તે સમગ્ર દેશમાં ચાલશે તેમજ લોકોએ પોતાના આરોગ્ય બાબતના રિપોર્ટ્સ સાથે લઇને ફરવુ નહી પડે.
National Digital Health Mission (NDHM)


Post a Comment

Previous Post Next Post