- આ વાતચીતમાં ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી મારિસ પાયને અને રક્ષા મંત્રી પીટર ડટન તેમજ ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી જયશંકર ભાગ લેશે.
- ગયા વર્ષથી ભારત અને ઓસ્ટ્રેલિયા દ્વારા દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક બનાવવા માટે બન્ને દેશોના રક્ષા અને વિદેશ મંત્રીઓ દ્વારા આ પ્રકારની મંત્રી સ્તરીય 2 + 2 વાર્તાનું આયોજન કરાય છે.
- આ વાતચીતમાં દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.