- આ માટે કેન્દ્ર સરકારના વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલને ભારતના શેરપા નિયુક્ત કરાયા છે.
- G-20 મા જ્યારે કોઇ દેશ નવી અધ્યક્ષતા મેળવે છે ત્યારે તે પાછળના વર્ષના અધ્યક્ષ દેશ અને આગળના વર્ષના અધ્યક્ષ દેશ સાથે સમન્વય સ્થાપિત કરીને કામગીરી કરે છે જેને ટ્રોઇકા કહેવામાં આવે છે.
- શેરપા એ જી20 સદસ્ય દેશોના નેતાઓનો પ્રતિનિધિ ગણાય છે જે સંમેલ્લનના એજન્ડા વચ્ચે સમન્વય બનાવી રાખે છે. - ભારત જી20 સમૂહમાં શરૂઆતથી 1999થી જ તેનું સદસ્ય છે.
- જી20 સમૂહમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, જર્મની, ફ્રાન્સ, ભારત, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, બ્રિટન, અમેરિકા અને યુરોપીય સંઘનો સમાવેશ થાય છે.