- ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવેલ 11,000 ફૂટની ઊંચાઇ પર આવેલુ ગરતાંગ ગલી માર્ગને 59 વર્ષ બાદ ખોલાયું છે.
- આ ફ્લાયઓવર 150 વર્ષ પહેલા બનાવાયું છે જે ભારત અને તિબેટના વ્યાપારિક માર્ગ તરીકે બનાવાયું હતું.
- આ ફ્લાયઓવરને 1962માં ભારત અને ચીનના યુદ્ધ બાદ બંધ કરી દેવાયું હતું.
- તાજેતરમાં જ ગૃહમંત્રાલયની મંજૂરી બાદ તેનું નવેસરની કામ કરાયું હતું તેમજ ખડકો કાપીને લાકડાના પગથિયા ધરાવતા આ ફ્લાયઓવરને રિપેર પણ કરાયું છે.
- આ ફ્લાયઓવર 446 ફૂટ લાંબુ તેમજ 5.9 ફૂટ પહોળું છે.