- પોર્ટુગલના ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઇટેડમાં રહીને ચેમ્પિયન્સ લીગમાં વિજયી ગોલ સાથે 136મો ગોલ નોંધાવ્યો છે.
- આ ગોલ તેણે વિલારિયલ સામેની મેચમાં 2-1થી પરાજય આપીને નોંધાવ્યો છે.
- આ મેચ નિહાળવા માટે મહાન સ્પ્રિન્ટર યુસૈન બોલ્ટે પણ હાજરી આપી હતી.
- ચેમ્પિયન્સ લીગમાં સૌથી વધુ ગોલની બાબતમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (136), લિયોનેલ મેસ્સી (121), રોબર્ટ લેવાન્ડોવસ્કી (77), કરીમ બેન્ઝેમાં (72), રાઉલ ગોન્ઝલેઝ (71) તેમજ રુડ વાન નિસ્ટર રૉય (56) નો સમાવેશ થાય છે.