- આ સપ્તાહ સમગ્ર દેશમાં 2 ઑક્ટોબર થી 8 ઑક્ટોબર દરમિયાન ઉજવાય છે.
- આ સપ્તાહ ઉજવવાની શરુઆત વર્ષ 1956 થી થઇ હતી જેનો ઉદેશ વન્યજીવ સંરક્ષણ અંગે લોક જાગૃતિ કેળવવાનો છે.
- ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એશિયાઇ સિંહનું એકમાત્ર રહેણાંક ગીર છે જ્યા સિંહની વસ્તીમાં સતત વધારો થયો છે.
- વર્ષ 2015માં સિંહની વસ્તી 523 હતી જે વર્ષ 2020માં વધીને 674 સુધી પહોંચી છે.
- સમગ્ર ગુજરાતમાં દીપડાની વસ્તી 2011માં 1160 જેટલી હતી જે વર્ષ 2016માં વધીને 1395 સુધી પહોંચી છે.
- ઘુડખરની વસ્તી 2014માં 4,451 હતી જે 2020માં વધીને 6,082 થઇ છે.
- ગુજરાતમાં કાળિયારની વસ્તી વર્ષ 2020માં વેળાવદર નેશનલ પાર્ક ખાતે 7,097 જેટલી તેમજ ગીર નેશનલ પાર્કમાં સાંભરની વસ્તી 7,176 છે જે અગાઉ 2011માં 4,497 હતી.
- બાલારામ અંબાજી, જેસોર શુલપાણેશ્વર અને રતનમહાલ અભ્યારણ્યમાં રીંચની વસ્તી 2011માં 293 હતી જે 2020માં વધીને 343 સુધી પહોંચી છે.