- પેરુ ખાતે ચાલી રહેલ જુનિયર ISSF વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતની મનુ ભાકરે ગોલ્ડ તેમજ ઇશાસિંહે સિલ્વર મેડલ જીત્યો છે.
- બન્ને મહિલા શૂટર્સે 10 મીટર એર પિસ્ટલની ફાઇનલ માટે ક્વૉલિફાય કર્યું હતું.
- અગાઉ મનુ ભાકર ISSF જુનિયર કપ 2018માં 3 ગોલ્ડ અને 1 સિલ્વર જીતી ચુકી છે.
- આ સિવાય તેણી યુથ ઓલિમ્પિક ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન એરગન ચેમ્પિયનશિપ, એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ, ISSF વર્લ્ડ કપ સહિતની સ્પર્ધાઓમાં મેડલ જીતી ચૂકી છે.
- તેણી વર્ષ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે રમી હતી પરંતુ તેમા કોઇ મેડલ જીતી શકી ન હતી.