ભારત અને શ્રીલંકાની સેના દ્વારા આવતીકાલથી 12 દિવસ ચાલનાર યુદ્ધ અભ્યાસ યોજાશે.

  • આ યુદ્ધ અભ્યાસ ભારત અને શ્રીલંકા વચ્ચેના યુદ્ધ અભ્યાસ 'મિત્ર શક્તિ' ની આઠમી આવૃતિનો ભાગ છે જેનું આયોજન શ્રીલંકાના અમ્પારા ખાતે આવેલ કોમ્બેટ ટ્રેઇનિંગ સ્કૂલ ખાતે થશે. 
  • આ અભ્યાસનો ઉદેશ્ય બન્ને દેશની સેનાઓ વચ્ચેના સંબંધને વધારવાનો તેમજ આતંકવાદ વિરોધી અભિયાનોમાં અપનાવવામાં આવતી પ્રક્રિયાઓને સમજવાનો છે. 
  • ભારત આ અભ્યાસમાં 120 જવાનોને રવાના કરશે. 
  • ઉલ્લેખનીય છે કે શ્રીલંકા કોલંબો બંદર પર East Container Terminal (ECT) વિકસિત કરવાની સમજૂતીમાંથી પાછળ ખસી ગયું છે તેમજ તેણે અડાણી ગ્રુપ સાથે શ્રીલંકાએ 700 મિલિયન ડૉલરનો કરાર કર્યો છે.
Mitra Shakt

Post a Comment

Previous Post Next Post

Sponsored Ads.