જાણીતા નાટક કલાકાર ઘનશ્યામ નાયકનું 77 વર્ષની વયે નિધન

  • તેઓ ગુજરાતી કલા જગતના જાણીતા નાટ્યકાર હતા તેમજ તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમાં નટુકાકાની ભૂમિકા ભજવીને લોકપ્રિય બન્યા હતા. 
  • તેઓએ તારક મહેતા સિરિયલ સિવાય 100 થી વધુ ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મોમાં તેમજ 350થી વધુ ટીવી સિરિયલમાં કામ કર્યું હતું. 
  • ટીવી સિરિયલ તેમજ ફિલ્મો સિવાય તેઓએ 100થી વધુ ગુજરાતી નાટકમાં ભૂમિકા ભજવી હતી. 
  • તેઓએ 12 થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેકમાં પોતાનો અવાજ પણ આપ્યો હતો. 
  • તેઓએ ખિચડી, મણી મટકુ, ફિલિપ્સ ટોપ 10, એક મહલ હો સપનો કા, દિલ મિલ ગયે, સારથી, છુટા છેડા જેવી અનેક સિરિયલ તેમજ માસૂમ, બાળક ધ્રુવ, બેટા, તિરંગા, લાડલા, ક્રાંતિવીર, ક્રિષ્ના, ઘાતક, ચાઇના ગેટ, હમ દિલ દે ચૂકે સનમ, લજ્જા, તેરે નામ, ખાખી જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
Ghanshyam Nayak (Natu kaka)

Post a Comment

Previous Post Next Post