લેહમાં વિશ્વનો સૌથી મોટો ખાદીનો તિરંગો બનાવાયો.

  • જમ્મુ કાશ્મીરના લેહ ખાતે વિશ્વનો સૌથી મોટો ખાદીનો તિરંગો બનાવાયો છે. 
  • આ તિરંગો 152મી ગાંધી જયંતિ નિમિતે ખાદીમાંથી બનાવાયો છે જે 225 ફૂટ લાંબો તેમજ 1000 કિલો વજન ધરાવતો તિરંગો છે. 
  • આ તિરંગાને ભારતીય વાયુદળના હેલિકોપ્ટર્સે વિશેષ ઉડાન ભરીને આકાશમાંથી સલામી આપી હતી તેમજ સૈન્યના 150 જવાનોએ 2 હજાર ફૂટની ઊંચાઇ પર આ વિશાળ તિરંગાને પહાડ પર લહેરાવ્યો હતો જેના માટે બે કલાક જેટલો સમય લાગ્યો હતો. 
  • આ તિરંગા માટે ભૂમિદળના એન્જિનિયર રેજિમેન્ટ દ્વારા પહેલ કરવામાં આવી હતી અને ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન દ્વારા તેને તૈયાર કરાયો હતો.
World's largest Indian Flag

Post a Comment

Previous Post Next Post