- આ કાયદામાં સુધારા માટે કેન્દ્ર દ્વારા લોકો પાસે સૂચનો લેવામાં આવ્યા હતા જે પ્રક્રિયા હાલ પુરી થઇ છે.
- આ પ્રક્રિયા બાદ આ બિલને કેબિનેટ સમક્ષ મોકલાશે તેમજ ત્યારબાદ તેને અમલી બનાવાની પ્રક્રિયા શરુ થશે.
- આ ફેરફારનો ઉદેશ્ય જન્મ અને મૃત્યુંનો ડેટા ઓનલાઇન બનાવવાનો છે જેને હાલ મેન્યુઅલી મેઇન્ટેઇન રાખવામાં આવી રહ્યો છે જેને લીધે સમગ્ર આંકડાઓ એક વર્ષ બાદ સામે આવે છે.
- આ આંકડાઓ ઓનલાઇન થયા બાદ કોઇ વ્યક્તિના મૃત્યું બાદ પણ તેને મળતી સુવિધાઓ તાત્કાલિક બંધ કરી શકાશે જેમાં હાલ લોકોના મૃત્યું બાદ પણ તેઓના વિવિધ ઓળખ કાર્ડ એક્ટિવ રહેવાને લીધે સુવિધાઓ પણ ચાલુ રહે છે.
- આ સિવાય કોઇ વ્યક્તિના 18 વર્ષ પુરા થતા જ તેઓને મોબાઇલ પર એલર્ટ મળવા લાગશે કે તેણે મતદાર યાદીમાં નામ ઉમેરવું જોઇએ.