- લાંચખોરી / રુશ્વતખોરી દર્શાવતા આ રિપોર્ટમાં ભારત 44 રિસ્ક સ્કોર સાથે 82માં સ્થાન પર પહોંચ્યું છે જે વર્ષ 2020માં 48ના સ્કોર સાથે 78માં સ્થાન પર હતું.
- આ ઇન્ડેક્સમાં સૌથી વધુ રુશ્વતખોરી ધરાવતા ટોપ પાંચ દેશોમાં ઉત્તર કોરિયા, તુર્કમેનિસ્તાન, એરિટ્રીઆ, વેનેઝુએલા અને સોમાલિયાનો સમાવેશ થાય છે.
- સૌથી ઓછી રુશ્વતખોરી ધરાવતા દેશોમાં ડેન્માર્ક, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે.
- ભારતના પાડોશી દેશોમાં ભૂટાન એક જ એવો દેશ છે જેની સ્થિતિ ભારત કરતા સારી (62મો રેન્ક) છે, અન્ય દેશો શ્રીલંકા 92, નેપાળ 112, ચીન 135, પાકિસ્તાન 150, બાંગ્લાદેશ 167 તેમજ અફઘાનિસ્તાનને 174મો રેન્ક અપાયો છે.
- આ ઇન્ડેક્સ બનાવવા માટે સરકાર સાથે વ્યાપારિક વાતચીત, લાંચ વિરોધી નિવારણ, સરકાર અને સિવિલ સેવા પારદર્શિતા, મીડિયાની ભૂમિકા, નાગરિક સમાજ નિરીક્ષણ સહિતના માપદંડોને ધ્યાને લેવામાં આવે છે.