- આ યુદ્ધ કવાયત રાજસ્થાનના જેસલમેર ખાતે એક મહિનાથી ચાલી રહી છે.
- આ કવાયતમાં સેનાની ત્રણેય પાંખની હાઇબ્રિડ ડ્રિલ યોજાઇ છે જેમાં સેનાની ફિઝિકલ અને વર્ચ્યુઅલ એમ બન્ને તાકાતો જોડવામાં આવી છે.
- આ કવાયતમાં થારના રણ, કચ્છના રણ, સમુદ્ર અને ક્રીક વિસ્તારોમાં યોજવામાં આવી હતી તેમજ ભવિષ્યમાં થનાર માનવરહિત અને સમાનવ એમ બન્ને યુદ્ધને ધ્યાને લઇ કરવામાં આવી હતી.
- ભારત દ્વારા પ્રથમવાર પાકિસ્તાન સરહદ પર આ પ્રકારની કવાયત હાથ ધરાઇ છે.