- તેણીએ સતત 45 સેકન્ડ સુધી હેક લેવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો.
- હેક એટલે એવા પ્રકારનું ગાયન હોય છે જેમાં શ્વાસ લીધા વિના તેને ગાવામાં આવે છે.
- આ પ્રકારના ગાયનને પંજાબી લોકસાહિત્યમાં 'હો' તરીકે પણ ઓળખવામાં આવે છે.
- તેણી એવા ગણ્યાગાંઠ્યા ગાયકોમાં સામેલ છે જેઓએ જુગની ગાયન ગાયુ હોય.
- તેણી દૂરદર્શન પર લોકગીત રજૂ કરનાર સૌપ્રથમ મહિલા તેમજ પ્રથમ પંજાબી ગાયક બન્યા હતા.
- વર્ષ 1991માં તેણીને પંજાબ નાટક અકાદમી દ્વારા 'સંગીત પુરસ્કાર' અપાયો હતો.
- વર્ષ 2002માં મધ્ય પ્રદેશ સરકાર દ્વારા તેણીને 'દેવી અહલ્યા પુરસ્કાર' એનાયત કરાયો હતો.