- ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતની પ્રથમ મહિલા ફેન્સર (તલવારબાજ) ભવાનીદેવીને આ એવોર્ડ કેન્દ્રીય રમતમંત્રી અનુરાગ ઠાકુરે એનાયત કર્યો હતો.
- તેણી ફ્રાન્સ ખાતે ચાલી રહેલ એક ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહેલ હોવાને લીધે રમત પુરસ્કાર સમારંભમાં ભાગ લઇ શકી નહોતી જેને લીધે તેણીને આ પુરસ્કાર થોડા દિવસ બાદ અપાયો છે.
- અર્જૂન એવોર્ડમાં પુરસ્કારની રકમ રુ. 15 લાખ, અર્જૂનની કાંસ્ય પ્રતિમા, સર્ટિફિકેટ તેમજ સેરેમની ડ્રેસ આપવામાં આવે છે.
- આ એવોર્ડ આપવાની શરુઆત વર્ષ 1961થી થઇ હતી.