- આ નિર્ણય હાલમાં જ મળેલ દેશના તમામ રાજ્યોના પોલીસ વડાઓની બેઠકમાં લેવાયો છે.
- આ નિર્ણય અંતર્ગત ચીન અને પાકિસ્તાન ખાતેની આંતરરાષ્ટ્રીય સીમાઓ પર નજર રાખવા માટે લગભગ 16,000 ગામોમાં ટુ-ઇન-વન હ્યુમન ઇન્ટેલિજન્સની ટુકડીઓ ગોઠવવામાં આવશે જે સરહદ પર થતી ગતિવિધિઓ પર નજર રાખશે.
- હાલમાં જ અરુણાચલ પ્રદેશ અને ભૂતાનની સીમા પાસે ચીને ગેરકાયદેસર ગામ વિકસાવ્યા હોવાનું ધ્યાને આવ્યા બાદ કેન્દ્ર દ્વારા આવો નિર્ણય લેવાયો છે.
- આ પ્રકારની ઇન્ટેલિજન્સ ટીમ સીમા પર વિકાસ માટેની કામોમાં પણ મદદરુપ થશે તેમજ તેના માટેનો ખર્ચ પણ બોર્ડર વિસ્તારના વિકાસ માટેની રકમમાંથી જ કરવામાં આવશે.