- આ માટેની જાહેરાત અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નઇબ બુકેલ દ્વારા કરવામાં આવી છે.
- આ શહેરમાં રહેઠાણ અને વ્યાપાર ધંધા માટે અલગ અલગ ઝોન બનાવાશે જેમાં મ્યૂઝિયમ, એરપોર્ટ, બંદર, રેલ્વે સ્ટેશન સહિતની સુવિધાઓ હશે.
- નવા બનનાર બિટકોઇન્સ શહેર અને બિટકોઇન માઇનિંગને ઊર્જા આપવાની વ્યવસ્થા કોચાગુઆ જ્વાળામુખીમાંથી કરવામાં આવશે.
- બિટકોઇન માઇનિંગ એવી પ્રક્રિયા છે જેમાં કમ્પ્યુટરની મદદથી ગણિતના કોયડાઓ ઉકેલવામાં આવે છે અને નવા બિટકોઇનનું નિર્માણ કરવામાં આવે છે.
- અલ સાલ્વાડોરમાં બનનાર બિટકોઇન સિટી કાર્બનનું ઝીરો ઉત્સર્જન કરશે તેમજ સંપૂર્ણપણે ગ્રીન સિટી બનશે.
- અલ સાલ્વાડોર વિશ્વનો એવો પ્રથમ દેશ છે જેણે બિટકોઇનને ચલણ તરીકે માન્યતા આપી છે.
- અલ સાલ્વાડોરમાં બિટકોઇન સિવાય અમેરિકન ડોલર ચલણ તરીકે પ્રવર્તમાન છે.