- ગુજરાતના લે. જનરલ અસિત મિસ્ત્રીને રાષ્ટ્રપતિ દ્વારા પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM) અપાયું છે.
- આ સમ્માન મેળવનાર તેઓ ત્રીજા ગુજરાતી છે.
- અગાઉ આ સમ્માન જામનગરના રાજવી પરિવારના અને દેશના પ્રથમ ચિફ ઓફ આર્મી સ્ટાફ મહારાજ શ્રી રાજેન્દ્રસિંહજી જાડેજા તેમજ મહિપતસિંહ જાડેજાને અપાયું હતું.
- આ સમ્માન વિશિષ્ટ સેવા અને વીરતા માટે આપવામાં આવે છે જેમાં યુદ્ધ સમય માટે ક્રમાનુસાર સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ અને યુદ્ધ સેવા મેડલનો સમાવેશ થાય છે તેમજ શાંતી સમય માટે ક્રમાનુસાર પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલનો સમાવેશ થાય છે.
- આ સાથે બાલાકોટ એરસ્ટ્રાઇક દરમિયાન પાકિસ્તાનના વિમાન એફ-16ને તોડી પાડનાર કેપ્ટન અભિનંદન વર્ધમાનને વીર ચક્રથી સન્માનિત કરાયા છે.