- આ કાર્યક્રમ મુજબ વર્ષ 2024 થી 2031 સુધીમાં 14 દેશોમાં કુલ 8 મેજર ઇવન્ટ યોજાશે જેમાંથી 3 ટૂર્નામેન્ટની યજમાની ભારત કરશે.
- આ કાર્યક્રમ મુજબ વર્ષ 2027માં વર્લ્ડ કપ યોજાશે જેની યજમાની પ્રથમવાર નામિબિયા કરશે.
- આ શેડ્યુઅલ મુજબ વર્ષ 2024માં ટી-20 વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા ખાતે, 2026માં ટી-20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા ખાતે, 2028નો ટી-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ખાતે તેમજ 2030નો વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ ખાતે યોજાશે.
- વર્ષ 2027નો વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે તેમજ નામિબિયા અને 2031નો વર્લ્ડ કપ ભારત અને બાંગ્લાદેશ ખાતે યોજાશે.