ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડવા માટે ભારત સહિત ચાર દેશોએ હાથ મિલાવ્યા.

  • ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડવા માટે તેમજ ક્રૂડનું ઉત્પાદન વધારવા માટે ભારત, અમેરિકા, ચીન અને જાપાન સહિતના દેશોએ હાથ મિલાવ્યા છે. 
  • આ તમામ દેશો OPEC (Organization of the Petroleum Exporting Countries) દેશો પર આ માટે દબાણ વધારશે. 
  • આ માટે ઉપરોક્ત તમામ દેશોએ ક્રૂડ ઓઇલના પોતાના અનામત જથ્થા (Strategic Petroleum Reserve) માંથી પોતાનો ઉપયોગ કરવાનું શરુ કર્યું છે. 
  • આ પગલા રુપે ભારતે પણ પોતાના 3.8 કરોડ બેરલ અનામત જથ્થામાંથી 50 લાખ બેરલ ક્રૂડ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. 
  • ભારતે પૂર્વ અને પશ્ચિમ કાંઠે કુલ ત્રણ જગ્યાએ અન્ડરગ્રાઉન્ડ ટાંકીઓમાં પોતાનો ક્રૂડનો રિઝર્વ જથ્થો રાખ્યો છે.
  • હાલ ભારતનો દૈનિક વપરાશ 4.8 મિલિયન બેરલ જેટલો છે. 
  • ઓપેક દેશો પર દબાણ વધારવા માટે સૌપ્રથમ અમેરિકાએ વિનંતી કરી હતી જેમાં ભારત, ચીન અને જાપાન જોડાયા હતા. 
  • OPEC દેશોમાં હાલ ઇરાન, ઇરાક, કુવૈત, લિબિયા, સાઉદી અરેબિયા, નાઇઝિરિયા, કોંગો, યુએઇ, વેનેઝુએલા, અલ્જેરિયા, અંગોલા અને ઇક્વાટોરિયલ ગુએનાનો સમાવેશ થાય છે.
Crud oil

Post a Comment

Previous Post Next Post