- મધ્ય પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા ઇન્દોરના ભંવરકુઆ ચોરાહા અને પાતાલપાની રેલ્વે સ્ટેશનના નામ બદલીને ટંટ્યા મામા ભીલના નામ પર રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
- આ સિવાય ઇન્દોરના બસ સ્ટેન્ડને પણ ટંટ્યા મામા ભીલ બસ સ્ટેન્ડ તરીકે ઓળખવામાં આવશે.
- ટંટ્યાનો જન્મ પંધાના તાલુકાના બડદા ખાતે 1842માં થયો હતો તેઓ તીર કમાન અને લાઠી ચલાવવામાં નિષ્ણાંત હતા.
- અંગ્રેજો સાથે થયેલ એક ઝડપ દરમિયાન તેઓ જંગલમાં ચાલ્યા ગયા હતા અને ત્યાથી માલદારોના માલ લૂંટીને ગરીબોને વહેંચવા લાગ્યા હતા.
- 19 ઑકટોબર, 1889ના રોજ તેઓને ફાંસીની સજા થઇ હતી તેમજ પાતાલપાનીના જંગલમાં તેઓને ગોળી મારી દેવામાં આવી હતી જ્યા હાલ પણ તેઓની સમાધિ બનાવાયેલ છે તેમજ ત્યાથી પસાર થતી ટ્રેન ત્યા થોભી તેઓને સલામી આપે છે.