- આ રિપોર્ટ Indian Police Foundation દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે જે સંસ્થા પૂર્વ આઇપીએસ અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
- આ ઇન્ડેક્સની શરુઆત વર્ષ 2015થી કરવામાં આવી છે. - આ રિપોર્ટમાં નાગરિકોની સંતુષ્ટિ અને વિશ્વાસને ધ્યાને લઇ રાજ્યોને ક્રમ આપવામાં આવે છે.
- આ રિપોર્ટ મુજબ દેશના પાંચ ટોપ રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, તેલંગાના, આસામ, કેરળ અને સિક્કિમને સ્થાન અપાયું છે.
- આ રિપોર્ટમાં સૌથી નીચે બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને પંજાબનો સમાવેશ થાય છે.
- આ યાદીમાં ગુજરાતને 10 માંથી 7.04 સ્કોર આપીને સાતમું સ્થાન અપાયું છે.