તા. 16 નવેમ્બર, 2021ના વન-લાઇનર સમાચાર

  • મ્યાનમારમાં ભારતના રાજદૂત તરીકે વિનય કુમારની નિયુક્તિ કરવામાં આવી. 
  • દિલ્હી સ્થિત CAG મુખ્યાલયમાં પ્રથમ 'ઓડિટ દિવસ'ની ઉજવણી કરવામાં આવી. 
  • વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને રવાંડાના વિદેશ મંત્રી સાથે રવાન્ડાની રાજધાની કિગાલી ખાતે સંયુક્ત આયોગની સહ-અધ્યક્ષતા કરી. 
  • અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે વર્ચ્યુઅલ બેઠક યોજાઇ. 
  • કેન્દ્ર સરકાર દ્વારા ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર લગાવાયેલ 2016ના પ્રતિબંધને વધુ પાંચ વર્ષ માટે લંબાવાયો. 
  • સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અમેરિકાના શોમ્બી શાર્પની ભારતમાં રેઝિડેન્ટ કો-ઓર્ડિનેટર તરીકે નિયુક્તિ કરવામાં આવી. 
  • ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના રાનીખેતમાં દેશનું પ્રથમ 'ઘાસ સંરક્ષણ ક્ષેત્ર' શરુ કરવામાં આવ્યું. 
  • 19 નવેમ્બરના રોજ શ્રી ગુરુનાનક દેવજીનો પ્રકાશ ઉત્સવ મનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કરતારપુર સાહિબ કોરિડેરને ફરી ખોલવાનો નિર્ણય લેવાયો.
monday musings

Post a Comment

Previous Post Next Post