- આ ત્રણેય કાયદાઓ વિરુદ્ધ છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા.
- આ આંદોલન દરમિયાન લગભગ 700થી વધુ ખેડૂતોના મૃત્યું થયા હતા.
- આ આંદોલન રોકવા માટે કેન્દ્ર સરકાર હેઠળ આવતી દિલ્હી પોલીસે લગભગ તમામ પ્રયાસો કર્યા હતા જેમાં રોડ તોડવાથી માંડીને રોડ પર ખીલા, જાળી, કન્ટેઇનર્સ વગેરે મુકવા સુધીના પ્રયાસોનો સમાવેશ થાય છે.
- આટલા પ્રયાસો છતા પણ ખેડૂતોએ આ આંદોલન યથાવત રાખ્યું હતું જેને પગલે આજે વડાપ્રધાને દેશજોગ પોતાના સંબોધનમાં માફી માંગીને આ કાયદાઓને પરત ખેંચવાની જાહેરાત કરી છે.
- આ કાયદા નાબૂદ કરવાની કાયદાકીય પ્રક્રિયા સંસદના આગામી શિયાળું સત્રમાં શરુ કરવામાં આવશે.
- આ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા 14 સપ્ટેમ્બર, 2020ના રોજ સંસદમાં રજૂ કરાયા હતા જેને 20 સપ્ટેમ્બરના રોજ લોકસભામાં તેમજ રાજ્યસભામાંથી પસાર કરવામાં આવ્યા હતા અને અંતે 27 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ દ્વારા તેના પર પોતાની મહોર લગાવવામાં આવતા તેનો અમલ શરુ થયો હતો.
- 26 નવેમ્બરથી ખેડૂતોએ આ કાયદા વિરુદ્ધ દિલ્હી ખાતે આંદોલન શરુ કર્યું હતું તેમજ 11 ડિસેમ્બર, 2020ના રોજ ભારતીય કિસાન યુનિયન આ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું હતું.
- 12 જાન્યુઆરી, 2021ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આ કાયદા પર રોક લગાવવામાં આવી હતી તેમજ આ મુદ્દાના સમાધાન માટે એક સમિતિ બનાવવામાં આવી હતી જેમાં અશોક ગુલાટી, પ્રમોદ કુમાર જોશી, અનિલ ઘનવત અને ભુપિન્દરસિંહ માનનો સમાવેશ કરાયો હતો.