- આ ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કર્યું છે.
- આ સંગ્રહાલય મણિપુરના તામેંગલોંગ જિલ્લાના લુઆંગકાઓ ખાતે બનાવાયું છે.
- લુઆંગકાઓ રાણી ગાઇદિન્લ્યૂનું જન્મસ્થળ છે જેઓ 13 વર્ષની ઉંમરમાં જ નાગા નેતા જાદોનાગના સંપર્કમાં આવી સામાજિક, ધાર્મિક અને રાજનૈતિક આંદોલનમાં તેઓની લેફ્ટનન્ટ બની હતી.
- તેણીએ જાદોનાગ સાથે મળીને અંગ્રેજોને મણિપુર બહાર કરવા માટે અનેક પ્રયાસો કર્યા હતા તેમજ જાદોનાંગને ફાંસી અપાયા બાદ તેણીએ જ આંદોલનનું નેતૃત્વ સંભાળ્યું હતું.
- અંગ્રેજો સામે તેણીએ કરેલ સંઘર્ષ બદલ જ તેણીને 'રાણી' કહેવામાં આવતા હતા.
- વર્ષ 1972માં તેઓને તામ્રપ્રત્ર સ્વતંત્રતા સેનાની પુરસ્કાર, 1982માં પદ્મભૂષણ પુરસ્કાર, 1983આં વિવેકાનંદ સેવા પુરસ્કાર તેમજ 1996માં મરણોપરાંત બિરસા મુંડા પુરસ્કાર એનાયત કરાયો હતો.
- ભારતીય તટરક્ષક બળ દ્વારા 19 ઑક્ટોબર, 2016ના રોજ પોતાના એક જહાજને ICGS Rani Gaidinliu નામ અપાયું હતું.