- આ બુર્જ વડનગરના પેટાળમાંથી મળી આવ્યો છે જે લગભગ 1000 થી 1200 વર્ષ જૂનો હોવાનું મનાઇ રહ્યું છે.
- આ બુર્જની આસપાસના વિસ્તારમાંથી અન્ય બુર્જ અને કોટ પણ મળી આવ્યા છે.
- સ્થાનિક જાણકારોના મત મુજબ શહેરને બાહ્ય આક્રમણથી બચાવવા માટે આ બુર્જ પર સૈનિકો પહેરો ભરતા હતા.
- આ બુર્જ જમીનમાંથી લગભગ 25 ફૂટ ઊંડેથી મળી આવ્યો છે.
- અગાઉ પણ વડનગરમાંથી 2000 વર્ષ જૂનો કિલ્લો, કેપ્સ્યૂલ આકારનું સ્ટ્રક્ચર, બૌદ્ધ સમયના અવશેષો તેમજ હજારો વર્ષ જૂના સિક્કાઓ મળી આવ્યા હતા.
- વડનગરમાં વર્ષ 2005થી ઉત્ખન્નની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.