- મધ્ય પ્રદેશ સરકાર દ્વારા એક મહિના પહેલા જ આ વટહૂકમ પ્રસિદ્ધ કરાયો હતો જેના મુજબ પંચાયત ચૂંટનીઓમાં ઓબીસી રિઝર્વેશન વિના જ ચૂંટણી કરવાની વાત હતી.
- આ અધ્યાદેશ પર મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલના હસ્તાક્ષર થઇ ગયા બાદ કાયદા વિભાગ દ્વારા તાત્કાલિક પ્રભાવથી તેને પરત ખેંચવામાં આવ્યો છે.
- આ પગલા બાદ મધ્યપ્રદેશમાં ફરીથી વર્ષ 2019ની જ સ્થિતિ લાગૂ થશે જેના મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા ઓબીસી અનામત સંબંધમાં અપાયેલ આદેશ મુજબ જ પ્રક્રિયા કરવામાં આવશે.
- આ માટે ઓબીસીની ગણતરી થશે અને તેના આધાર પર અનામતનો નિર્ણય કરવામાં આવશે જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીના અનામત મળીને કુલ 50% થી વધુ ન થઇ શકે તેવી હાલ જોગવાઇ છે.