અલાહાબાદ હાઇકોર્ટ દ્વારા ચુંટણીઓ મોકૂફ રાખવા આગ્રહ કરાયો.

  • અલાહાબાદ હાઇકોર્ટ દ્વારા વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ચૂંટણી પંચને કોરોના મહામારીને ધ્યાને લઇ આગામી ચૂંટણીઓને 1-2 મહીના માટે મોકૂફ રાખવા આગ્રહ કરાયો. 
  • આ આગ્રહ અલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવે કર્યો છે. 
  • અગાઉ આ જજ દ્વારા ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાની સલાહ પણ આપવામાં આવી હતી. 
  • ઉલ્લેખનીય છે કે ચૂંટણીઓને મોકૂફ રાખવા અને રદ્દ કરવા માટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 કાયદામાં વિવિધ જોગવાઇઓ ઉપલબ્ધ છે જેમાં નીચે મુજબની જોગવાઇઓનો સમાવેશ થાય છે. 
  • કલમ 52 મુજબ ઉમેદવારી નોંધાવ્યાના છેલ્લા દિવસ સવારે 11 વાગ્યા પછી કોઇ ઉમેદવારનું મૃત્યું થાય તો તેના આધારે ચૂંટણી મોકૂફ રાખી શકાય છે. 
  • કલમ 57 મુજબ રાજ્યમાં કોઇ હુલ્લડ-તોફાન અથવા પ્રાકૃતિક આપદાની સ્થિતિ હોય તો ચૂંટણી મોકૂફ રાખી શકાય. 
  • કલમ 58 મુજબ કોઇ જગ્યા પર બૂથ કેપ્ચરિંગનો કેસ સાબિત થાય તો ચૂંટણી મોકૂફ રાખી શકાય છે. 
  • કલમ 324માં જોગવાઇ છે કે ચૂંટણીમાં પૈસાનો દુરુપયોગ થતો હોય અથવા મતદાતાને લાંચ આપવાની વાત સાબિત થાય તો ચૂંટણી મોકૂફ રાખી શકાય છે. 
  • ભારતમાં બહુ ઓછા અવસર આવ્યા છે કે જેમાં ચૂંટણીઓને મોકૂફ રખાઇ હોય, વર્ષ 1991માં સ્વ. રાજીવ ગાંધીની હત્યા બાદ બે ચરણોની ચૂંટણીઓને એક મહિના માટે મોકૂફ રખાઇ હતી, વર્ષ 1995માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં બૂથ કેપ્ચરિંગની ઘટનાને પગલે ચૂંટણીની તારીખ 4 વાર આગળ વધારાઇ હતી તેમજ છેલ્લે માર્ચ, 2020માં કોરોના મહામારીને લીધે રાજ્યસભાની 18 બેઠકો માટેની ચૂંટણીને મોકૂફ રખાઇ હતી.
Allahabad high court

Post a Comment

Previous Post Next Post