ક્રિકેટર હરભજનસિંહે તમામ ફોર્મેટના ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી.

  • ભજ્જી નામથી પ્રસિદ્ધ ઓફ સ્પિનર હરભજન સિંહે તમામ પ્રકારના ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી છે. 
  • પોતાની 23 વર્ષની કારકિર્દીમાં હરભજન સિંહે પાંચ રેકોર્ડ બનાવ્યા છે જેમાં સૌથી નાની ઉમર (31 વર્ષ, 4 દિવસ) માં 400 વિકેટ લેનાર તેઓ બીજા ક્રિકેટર છે (પ્રથમ ક્રમ પર મુથૈયા મુરલીધરન છે જેઓએ 29 વર્ષ, 273 દિવસમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે). 
  • આ સિવાય તેઓ ટેસ્ટ ક્રિકેટમાં સતત ત્રણ બોલ પર ત્રણ વિકેટ લેનાર પ્રથમ ભારતીય છે (ત્યારબાદ 2006માં ઇરફાન પઠાણ અને 2019માં જસપ્રીત બુમરાહે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી). 
  • હરભજનસિંહના નામ પર 3 ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો પણ રેકોર્ડ છે જેમાં માર્ચ, 2001માં તેઓએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચ શ્રેણીમાં 32 વિકેટ લીધી હતી. 
  • વર્ષ 2001માં તેઓએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નઇ ટેસ્ટમાં 217 રન આપીને 15 વિકેટ લીધી હતી જે અત્યાર સુધીનું કોઇ બોલરનું બીજુ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન હતું (પ્રથમ ક્રમ પર નરેન્દ્ર હિરવાની છે જેઓએ 1988માં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ 136 રન આપીને 16 વિકેટ લીધી હતી). 
  • તેઓ ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં 417 વિકેટ સાથેહાલ ચોથા સ્થાન પર છે (અન્ય ખેલાડીઓમાં પ્રથમ સ્થાન પર 619 વિકેટ સાથે અનિલ કુંબલે, 434 વિકેટ સાથે કપિલ દેવ, 427 વિકેટ સાથે આર. અશ્વિનનો સમાવેશ થાય છે.).
Harbhajan Singh

Post a Comment

Previous Post Next Post