મહારાષ્ટ્ર વિધાનસભામાં શક્તિ ક્રિમિનલ લૉ સુધારો 2020 મંજૂર કરાયો.

  • મહારાષ્ટ્ર વિધાનસભાએ શક્તિ ક્રિમિનલ લૉઝ (મહારાષ્ટ્ર સુધારો) બિલ, 2020ને સર્વસંમતિથી પસાર કર્યું છે. 
  • આ સુધારામાં જાતીય ગુનાઓમાં અને બળાત્કારના ગુનામાં આરોપીઓને મૃત્યુંની સજા આપવાની જોગવાઇ કરવાની ભલામણ છે. 
  • આ સિવાય એસિડ એટેકમાં લઘુત્તમ સજા પંદર વર્ષથી લઇ આજીવન સુધીની કરવા માટે પણ ભલામણ કરાઇ છે. 
  • આ બિલમાં પોલીસ તપાસમાં ડેટાની જરુર પડે તો તેને પુરો પાડવા માટેની જવાબદારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઇન્ટરનેટ કંપનીઓ પર નાખવામાં આવી છે જેથી આરોપી બચી ન શકે. 
  • અન્ય ભલામણોમાં આ પ્રકારની ફરિયાદોમાં પોલીસે 30 દિવસમાં તપાસ પુરી કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. 
  • આ બિલને મહારાષ્ટ્ર વિધાન પરિષદને મોકલવામાં આવ્યું છે.
Law

Post a Comment

Previous Post Next Post