- આ દેશ લગભગ 400 વર્ષથી અંગ્રેજોની ગુલામીમાં હતો જેને હવે સંપૂર્ણ આઝાદી મળી છે.
- આ આઝાદી બાદ બાર્બાડોસના હીરોઝ સ્ક્વેર નામના સ્થળે દેશનું રાષ્ટ્રગીત વગાડીને આ ઉજવણી કરવામાં આવી હતી.
- બાર્બાડોસના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે બાર્બાડોસના ગવર્નર જનરલ સાન્ડ્રા મેસને કાર્યભાર સંભાળ્યો છે.
- આ દેશ 1966માં જ યુનાઇટેડ કિંગ્ડમમાંથી સ્વતંત્ર થઇ ગયું હતું પરંતુ તેણે બ્રિટિશ સંપ્રભુતાને યથાવત્ રાખી હતી.