- કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે જવાબ ન અપાતા બિહાર દ્વારા પોતે જ આ પ્રકારની વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લેવાયો છે.
- અગાઉ કેન્દ્ર દ્વારા આ પ્રકારની વસ્તી ગણતરી ન કરાવતા કર્ણાટકે આ પ્રકારની પહેલ કરી હતી.
- કર્ણાટકમાં 2014માં સિદ્ધારમૈયા સરકારે જાતીય વસ્તી ગણતરીની શરુઆત કરી હતી જેનો વિરોધ થતા તેને 'સામાજિક અને આર્થિક સર્વે' નું નામ અપાયું હતું જેનો રિપોર્ટ 2017માં આવ્યો હતો પરંતુ તેને આજ સુધી જાહેર કરાયો નથી.
- મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ આ પ્રકારની માંગણી કરવામાં આવી હતી જેને કેન્દ્ર દ્વારા એવુ કહીને ફગાવાઇ છે કે બંધારણમાં આ પ્રકારની કોઇ જોગવાઇ નથી.