- આ માહિતી મુજબ 1 એપ્રિલથી 31 ઑક્ટોબર 2021 દરમિયાન ગુજરાતમાં માનવ અધિકાર ભંગના 1,068 કેસ નોંધાયા છે.
- સૌથી વધુ કેસની બાબતમાં 24,242 કેસ સાથે ઉત્તર પ્રદેશ દેશમાં પ્રથમ સ્થાન પર છે.
- ત્યારબાદ ક્રમાનુસાર દિલ્હી, પશ્ચિમ બંગાળ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઓડિશાનો સમાવેશ થાય છે.
- સૌથી વધુ કેસોની બાબતમાં ગુજરાત 13માં સ્થાન પર છે.
- આ રિપોર્ટ મુજબ સૌથી ઓછા કેસ નાગાલેન્ડ અને લદ્દાખમાં નોંધાયા છે.
- નોર્થ-ઇસ્ટ રાજ્યોમાં ફક્ત આસામ જ એવુ રાજ્ય છે જ્યા 38થી વધુ કુલ 330 કેસ નોંધાયા છે, બાકીના તમામ રાજ્યોમાં 38 અથવા તેનાથી ઓછા કેસ નોંધાયા છે.