- આ યાદી મુજબ કોરોના કાળમાં કંપનીઓનું વેલ્યુએશન 68% જેટલું વધ્યું છે.
- આ રિપોર્ટમાં દેશનું કુલ 500 ટોપ કંપનીઓમાંથી ગુજરાતની 37 કંપનીઓ છે. સૌથી વધુ કંપનીઓની યાદીમાં મહારાષ્ટ્ર 200 કંપનીઓ સાથે પ્રથમ સ્થાન પર, બીજા સ્થાન પર કર્ણાટક (53), ત્રીજા સ્થાન પર તમિલનાડુ (44), ચોથા સ્થાન પર હરિયાણા (39) તેમજ ગુજરાત પાંચમા સ્થાન (37) પર છે.
- દેશની આ 500 કંપનીઓનું કુલ વેલ્યુએશન 15.31 લાખ કરોડ છે.
- કોરોના મહામારીમાં પોતાની વેલ્યુએશનમાં સૌથી વધારો કરનાર ટોપ 10 કંપનીઓમાં વેલ્યુ મુજબ ક્રમાનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, તાતા કન્સ્લટન્સી, HDFC બેંક, ઇન્ફોસિસ, ICICI બેન્ક, બજાજ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા, ભારતી એરટેલ અને વિપ્રોનો સમાવેશ થાય છે.