- છેલ્લાં એક વર્ષથી દિલ્લીની બોર્ડર પર આંદોલન કરી રહેલ ખેડૂતોની તમામ માંગ સતોષવાના સરકારના લેખિત આશ્વાસન બાદ સંયુક્ત કિસાન મોરચા દ્વારા આ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
- આ આંદોલન સમાપ્તિ બાદ 11 ડિસેમ્બર, 2021ના ખેડૂતો વિજય માર્ચ યોજશે તેમજ દર મહિને સ્થિતિની સમીક્ષા કરશે.
- સરકાર દ્વારા અપાયેલ બાંહેધરીમાં Minimum Support Prices (MSP) માટે કમિટી બનાવવી, ખેડૂતો પર થયેલ પોલીસ કેસ પરત લેવા, આંદોલન દરમિયાન જે ખેડૂતોના મૃત્યું થયા છે તેના પરિવારોને વળતર આપવું, વીજળી સુધારા બિલ સંસદમાં કરતા પહેલા તેના અંગે ખેડૂતો તેમજ સંબંધિત પક્ષકારો સાથે વાતચીત કરવી તેમજ પ્રદૂષણ કાયદાની કલમ 15ને નાબૂદ કરવી જેમાં પરાલી સળગાવવા પર જેલ અને દંડની જોગવાઇ છે વગેરેનો સમાવેશ થાય છે.